• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર પાલિકામાં પ્રમુખ પદે ઘેમરજી ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેનની વરણી

વડનગર પાલિકામાં પ્રમુખ પદે ઘેમરજી ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેનની વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સોમવારે યોજાયેલી બેઠકમાં પ્રમુખ તરીકે ઘેમરજી ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન પટેલની પસંદગી કરાઇ હતી. તેમજ 28 નગર સેવકોની હાજરીમાં બંને નગરસેવકોને સર્વાનુમતે પસંદ કરાયા હતા. નોંધનીય છે કે, દિવ્યભાસ્કરે એક દિવસ અગાઉ જ ઘેમરજીના નામ પર કળશ ઢોળાશે તવી જાહેરાત કરી હતી.

વડનગર પાલિકાના સભાખંડમાં સવારે ચૂંટણી અધિકારી ભાર્ગવ પટેલની અધ્યક્ષતામાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા બેઠક યોજાઇ હતી. જેમાં કાનાજી ઠાકોરે પ્રમુખ તરીકે ઘેમરજી ઠાકોરની દરખાસ્ત કરી હતી. જેને પફુલભાઇ મોદીએ ટેકો આપ્યો હતો. જ્યારે ઉપપ્રુખ તરીકે રાજુભાઇ પટેલે ઉર્મિલાબેન કાળીદાસની દરખાસ્ત કરતાં પ્રેમિલાબેને ટેકો આપતાં ઉર્મિલાબેન ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ બેઠકમાં પૂર્વ પ્રમુખ સુનિલભાઇ મહેતા, નિલેષભાઇ શાહ સહિત બધા જ નગર સેવકો હાજર રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના નગર સેવક ગિરિશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નગરના વીકાસના કામો અને લોકોના પાયાના પ્રશ્નો હઇ કરાય તે માટે અમે સહકાર આપીશું.

આ અંગે વડનગર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઘેમરજી ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રજા અને ભાજપપક્ષે મારા પર વિશ્વાસ મૂકી મને કામ કરવાનો અને શહેરમાં વિકાસના કામો આગળ ધપાવી લોકોના પ્રશ્નોને હલ કરવા સતત પ્રયત્નશીલ રહીશ.

અન્ય સમાચારો પણ છે...