Home » Uttar Gujarat » Mehsana District » Vadnagar » વડનગરમાંથી મળેલી મૂર્તિઓ દિલ્હી લઈ જવાની હિલચાલ

વડનગરમાંથી મળેલી મૂર્તિઓ દિલ્હી લઈ જવાની હિલચાલ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:01 AM

સ્થાનિક રહીશો વડાપ્રધાનને લેખિત રજૂઆત કરશે કેન્દ્રિય પુરાતન વિભાગે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી

 • વડનગરમાંથી મળેલી મૂર્તિઓ દિલ્હી લઈ જવાની હિલચાલ
  વડનગર વડનગરમાંથી ઉત્ખનન દરમિયાન મળી આવેલી 1800 વર્ષ જૂની બુદ્ધ ભગવાનની મૂર્તિ તામ્રપત્ર સહિતના પ્રાચીન અવશેષોને દિલ્હી લઈ જવાની થઈ રહેલી હિલચાલને લઈ નગરજનો અને ઇતિહાસવિદોમાં કચવાટ ફેલાયો છે.વડાપ્રધાનને રજૂઆત કરાશે.નેશનલ મ્યૂઝિયમમાં પ્રદર્શનમાં મુકવાના બહાને કેન્દ્રિય પુરાતન વિભાગે રાજ્ય સરકારને પત્ર લખી મંજૂરી માગી છે.જોકે આ મુદ્દે રાજ્ય પુરાતન વિભાગ અસહમત હોવાનું બહાર આવ્યું છે.

  નગરની ઓળખ બની ગયેલા આ અવશેષોને હવે દિલ્હી લઈ જવાની પેરવી કરાઈ રહી છે.તંત્ર દ્વારા મૂર્તિઓના માપ પણ લઈ લેવાયા છે.અેક બાજુ વડનગરને ટુરિસ્ટ પોઈન્ટ બનાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ આ અવશેષોને વડનગરમાંથી ખસેડવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.અભ્યાસ કરવાના બહાને હેઠળ નેશનલ મ્યૂઝિયમમાં પ્રદર્શન માટે મુકવા અવશેષોને ખસેડાનાર છે.રાજ્ય સરકાર આ સ્થાપત્યોની જાળવણી માટે વડનગરમાં આઠ કરોડના ખર્ચે હાઈવે પર બીજુ મ્યૂઝિયમ બનાવી રહી છે.

  વડનગરમાંથી ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ હાલમાં શહેરના દરબાર વિસ્તારમાં આવેલા મ્યુઝિયમમાં સચવાયેલી છે.તસવીર-ભાસ્કર

  પત્ર મળ્યો છે, શું લઈ જવાનું છે તેની માહિતી નથી

  આ અંગે પુરાતન વિભાગના પૂર્વ નિયામક વાય એસ રાવતે જણાવ્યું હતું કે કેન્દ્રિય પુરાતન વિભાગ દ્વારા પત્ર મળ્યો છે પરંતુ એક લોકો શું શું લઈ જવાના છે તેની માહિતી નથી.આ અંગે અમે રાજ્ય સરકારને રજૂઆત કરીશું. વડનગરમાંથી મળેલા અવશેષો વડનગરમાંજ રહેવા જોઈએ.

  નગરની વિરાસત વડનગરમાં જ રહેવી જોઈએ

  આ અંગે નિવૃત પ્રો.અને ઈતિહાસકાર રતિલાલ ભાવસારે કહ્યું કે વડનગરની વિરાસત વડનગર જ રહેવી જોઈએ.જો કોઈ વ્યકિતને અહીંના ઈતિહાસનો અભ્યાસ કરવા આવે વડનગર આવી શકે તે દિલ્હી જઈને થોડો અભ્યાસ કરી શકે.

  જ્યાં વારસો મળ્યો હોય ત્યાં જ રહેવો જોઈએ

  આ અંગે પ્રો.રણજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વડનગરમાંથી નીકળેલી વસ્તુઓ નહીં રહે તો અહીં આવતા પર્યટકોને કેવી રીતે સમજાવી શકાશે.નગરનો વારસો અહીં જ રહેવો જોઈએ.જે વારસો જે સ્થળેથી મળ્યો હોય ત્યાં જ રહે તો તેની મહત્તા સમજાય.તેમજ મુસ્લિમ સમાજના ભૂરાભાઈએ જણાવ્યું હતું કે આ મુદ્દે જરૂર પડશે તો વડાપ્રધાનને રજૂઆત કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ