તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગરમાં વ્યસનમુકિત અભિયાનમાં સહયોગ આપવા પોલીસને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરમાંવ્યસનમુકિત અભિયાનમાં સહયોગ આપવા ઠાકોર સેના દ્વારા શનિવારે પોલીસને આવેદન આપ્યું હતું.અને જો એક અઠવાડિયામાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય તો ઠાકોર સેના જનતા રેડ કરશે. બીજી બાજુ પોલીસે કાયદો હાથમાં નહીં લેવા જણાવી સહકારની ખાતરી આપી હતી.

વડનગરમાં ઠાકોર સેના દ્વારા ચાલી રહેલા વ્યસનમુકિત અભિયાનને તાલુકામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે કેટલીક જગ્યાએ હજુ પણ દારૂબંધીનો અમલ થતાં શનિવારે ઠાકોર સેના દ્વારા અભિયાનમાં સહકાર આપવા પોલીસને આવેદન આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે શહેરના નદીઓળ વિસ્તારમાં શુક્રવારે રાત્રે ઠાકોર સમાજની વ્યસન મુકિત માટે બેઠક યોજાઈ હતી.જેમાં દારૂબંધી માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો,પરંતુ ચાર પાંચ શખસો નિર્ણયો સ્વીકારવા તૈયાર નથી તો તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી જોકે અંગે પીએસઓ હલુજીએ સહકાર આપવાની ખાતરી આપી હતી. રજૂઆત પ્રસંગે વિનુજી ઠાકોર,ઉદાજી ઠાકોર, વિનુજી,ભરતજી, ખેંગારજી ઠાકોર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...