વલાસણા રામજી મંદિરના ટ્રસ્ટીએ રૂ. 3.90 લાખની ઉચાપત કરી

દાનની રકમ જમા કરાવ્યા વિના વાપરી નાખી વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:55 AM
Vadnagar - વલાસણા રામજી મંદિરના ટ્રસ્ટીએ રૂ. 3.90 લાખની ઉચાપત કરી
વડનગરના વલાસણામાં રામજી મંદિર અને માણકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીએ દાનમાં આવેલ રકમ ટ્રસ્ટમાં જમા કરાવ્યા વિના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. મામલે તેમની સામે 3.90 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.

વલાસણા ગામના રાઠોડ અશોકસિંહ બળવંતસિંહ રામજી મંદિર અને માણકેશ્વર મહાદેવના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ મંદિર ટ્રસ્ટ નોધણી નં. એ/1295 માં વહીવટ કરતા હતા ત્યારે 2002 થી 31/3/17 દરમિયાન જુદી જુદી રીતના બિલો બનાવી તથા મંદિરમાં આપેલા દાનની રકમ મંદિરના ટ્રસ્ટમાં જમા નહીં કરાવી તેમજ ગામના લોકોને રૂ.100ના સ્ટેમ્પ ઉપર રૂ. 3,90,000 બે વર્ષના ગાળામાં આપવાનું જણાવી નહીં આપી ઉચાપત કરી હતી. આ બાબતે જાણ થતાં તેમની સામે રાઠોડ વિક્રમસિંહ છત્રસિંહે વડનગર પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.

X
Vadnagar - વલાસણા રામજી મંદિરના ટ્રસ્ટીએ રૂ. 3.90 લાખની ઉચાપત કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App