તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંડણીની મહિલાનું આકસ્મિક મોત નીપજતાં તપાસની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરતાલુકાના ઊંડણી ગામની પરિણીતાનું શનિવારે છાતીમાં દુખાવો ઉપડતાં તેનું મોત નીપજતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.જોકે પોલીસે પિયરીઓના આગ્રહથી પેનલની મદદથી પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડનગર તાલુકાના ઊંડણી ગામના દેવીપૂજક શારદાબેન સવાભાઈને શનિવારે છાતીમાં દુખાવો ઉપડતાં તેણીને સારવાર અર્થે લઈ જવાઈ હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે કુડબા રહેતા તેણીના પિતા રાયમલભાઈને જાણ કરાતાં તેઓ દોડી આવ્યા હતા.તેઓએ પુત્રીના મોત અંગે વડનગર પોલીસને જાણ કરી પીએસઆઈને બાબતે યોગ્ય તપાસની માગણી કરતાં એસ.કે. દેસાઈએ મહિલાની લાશનું પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું.તેઓએ જણાવ્યું હતું હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...