તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • Vadnagar લોકસભા ચૂંટણી પહેલાં મહેસાણા વડનગર ટ્રેન દોડાવવા પ્રયાસો

લોકસભા ચૂંટણી પહેલાં મહેસાણા-વડનગર ટ્રેન દોડાવવા પ્રયાસો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ રેલવે મેનેજર એ કે.ગુપ્તાએ વડનગર રેલવે સ્ટેશને ચાલતા કામનું નિરીક્ષણ કરી સત્વરે પુરુ કરવા તાકીદ કરી હતી.ઓવરબ્રિજ,ટ્રેક વર્ક,સ્ટેશન સહિતની કામગીરી નિહાળી અધિકારીઅોને જરૂરી સુચના આપી હતી.મહેસાણાથી વડનગર સુધી સત્વરે ટ્રેન ચાલુ થાય તે માટે રેલવે વિભાગ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે.

મહેસાણાથી તારંગા રેલ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પશ્ચિમ રેલવે મેનેજર એ.કે.ગુપ્તા અને ડીઆરએમ દિનેશકુમાર સહિત અધિકારીઓએ રવિવાર બપોરે વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.કામનું નિરીક્ષણ કરી સત્વરે કામ પુરુ થાય તે માટે અધિકારીઓને સુચના આપી હતી. મહેસાણાથી વડનગર સુધી ટ્રેન દોડતી થાય તે માટે રેલવે વિભાગ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. પરંતુ આ કામ ક્યારે પુરુ થશે તે અંગે કંઈપણ કહેવાનો જીએમએ ઈન્કાર કરી દીધો હતો.આ અંગે અભિષેકભાઈએ જણાવ્યું કે હાલમાં ટ્રેક વર્કનું કામ ચાલી રહ્યું છે.જેનું ટૂંક સમયમાં કામ પુરુ કરાશે.

વડનગર રેલવે સ્ટેશનની જીએમએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...