તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • Vadnagar વડનગરના સિપોરમાં બોગસ જોબકાર્ડ બનાવી ગેરરીતિ આચર્યાની રજૂઆત

વડનગરના સિપોરમાં બોગસ જોબકાર્ડ બનાવી ગેરરીતિ આચર્યાની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર | સિપોરમાં કોન્ટ્રાક્ટર હાર્દિક પટેલ દ્વારા વિકાસના કામોમાં બોગસ જોબકાર્ડ બનાવી સરકારી નાણાંનો દૂરુપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે ગામના પ્રવિણસિંહ સોમાજી ડાભીએ શનિવારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી મૃતક વ્યક્તિ, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોના નામે જોબકાર્ડ બનાવ્યાની કલેક્ટર અને DDOને રજૂઆત
આ મુદ્દે પુરાવા સાથે રજૂઆત કરાઇ
ગોલવંટાની આંગણવાડીના કામકાજના જોબકાર્ડમાં રાવળ પોપટભાઇનું નામ છે, જેમનું 4મે 17ના રોજ મરણ થયેલું છે.

ટ્યુશન કરાવતાં પટેલ ભરતભાઇ અને પશુપાલન સાથે સંકળાયેલા પત્ની સુમિત્રાબેન પટેલનું નામ જોબકાર્ડમાં દાખલ કર્યું છે.

પટેલ રાકેશનું નામ મસ્ટર રોલમાં છે. દૂધ મંડળીમાં ટેસ્ટર છે.

અન્ય સમાચારો પણ છે...