તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7મીએ દ્વારકાધીશના દર્શન કરી મોદી ગુજરાતના પ્રવાસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદી તા. 7 અને 8મી ઓકટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. 7મીએ મોદી સવારે 10 કલાકે જામનગર પહોંચશે. જામનગરથી દ્વારકા જશે. દ્વારકાધીશના દર્શન કરીને બેટદ્વારકા બ્રિજનું ખાતમૂર્હુત કરશે. બપોરે 2 વાગ્યે ચોટીલા હીરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટનું ભૂમિપૂજન કરશે. અને ચોટીલામાં જાહેરસભાને પણ સંબોધશે. તા.8મીએ સવારે વડાપ્રધાન માદરે વતન જઇને વડનગર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. બપોરે ભરૂચ જશે. જયાં 4500 કરોડના ખર્ચે બનનારા દહેજ ભાડભૂત ખાતે કોઝવે-વિયરનું ખાતમૂર્હુત કરશે. સાંજે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...