• Gujarati News
  • છાપીમાં ડીએસપીના લોકદરબારમાં ટ્રાફિકની સમસ્યા ચમકી

છાપીમાં ડીએસપીના લોકદરબારમાં ટ્રાફિકની સમસ્યા ચમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી: વડગામ તાલુકાના છાપી પોલીસ મથકે બુધવારે ડીએસપીના અઘ્ય ા સ્થાને યોજાયેલા લોક દરબારમાં ટ્રાફિકનો મુદ્દો ચમકયો હતો.
જિલ્લા પોલીસવડા ડી.બી.વાધેલાના અઘ્ય ા સ્થાને યોજાયેલા લોક દરબારમાં ટ્રાફિક પ્રશ્ને તાલુકા ડેલીગેટ અબ્દુલભાઇ દૂધવાળાએ લેખિત રજૂઆત કરી હતી. ટ્રાફિકની સાથે દારૂબંધીને નાથવા પણ રજૂઆત કરાઇ હતી. લોક દરબાર કાર્યક્રમમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને સત્વરે તપાસ કરી હલ કરવા એસપીએ ખાત્રી આપી હતી. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રેમજીભાઇ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હબીબભાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ અબ્દુલભાઇ, જિલ્લા પોલીસ સમિતિના સભ્ય ફલજીભાઇ, રીયાઝભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રાા હતા.