• Gujarati News
  • ભૂખલામાં ભરવાડને બચાવવા જતાં રેસક્યૂ ટીમ પણ તણાઇ

ભૂખલામાં ભરવાડને બચાવવા જતાં રેસક્યૂ ટીમ પણ તણાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામતાલુકાના ભુખલા ગામમાં મંગળવારે રાત્રે સરસ્વતી નદી વચ્ચે એક નાના ટાપુ જેવા ભાગમાં સાબરકાંઠાના ઇડર તાલુકાના જાદર ગામના દેવાભાઇ અમીરભાઇ ભરવાડ તેમના ભે ભાઇ સવાભાઇ અને સુરાભાઇના 500 જેટલા ઘેટાં લઇને બેઠા હતા. ત્યારે રાત્રીના 11 વાગ્યાના સુમારે સરસ્વતી નદીમાં પાણી છોડાતાં ભરવાડની પરિવારના 450 ઘેટાં અને આઠ ગધેડાં તણાઇ ગયા હતા. ત્યારે દેવાભાઇ બચવા ઘેટાં સાથે વચ્ચે નાના ટાપુ જેવા ભાગમાં ફસાયા હતા. જેમને બચાવવા બુધવારે સવારથી

ભુખલા ગામના અમરતભાઇ દેસાઇ, રાજુભાઇ દેસાઇ, વડગામ પીએસઆઇ આર.જે. ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ રાણાએ બચાવ કામગીરી માટેના સંપર્કો શરૂ કર્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં વડગામ ધારાસભ્ય મણીભાઇ વાઘેલા, તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો, વડગામ મામલતદાર કામરાજભાઇ ઉપલાણા, તાલુકા પંચાયતના અધિકારી ભીખુસિંહ પરમાર સહિત વહિવટી તંત્ર બચાવ કામગીરી માટે દોડી આવ્યું હતું.ત્યારે મામલતદારે ગાંધીનગરથી રેસ્કયૂ ટીમ બોલાવતાં આર્મીના જવાનોની ટીમ સાંજે 4 વાગ્યાના સુમારે રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેઓ નાવ લઇ વચ્ચે ફસાયેલા ભરવાડ પાસે જવાનો પ્રયાસ કરતાં નાવ પાણીના પ્રવાહમાં તણાતાં તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ આર્મી જવાનોની બોટ જાડીમાં ફસાતાં ગામલોકોની મદદથી તેમને બહાર નિકાળાયા હતા. જેથી મામલતદારે સમયસૂચકતા વાપરી ડેમના દરવાજા નીચે કરાવી પાણીનો પ્રવાહ ઓછો કરાવ્યો હતો. જેથી સામાકાંઠાના નાગપુરા ગામના લોકોએ આવી ભરવાડને સાંજે વાગે બહાર નિકાળ્યો હતો. ત્યારે બચેલાં ઘેટાં હજુ પણ નદીની વચ્ચે ફસાયેલા છે.