તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા પાલિકા દ્વારા ડિવાઇડર ઉપર અણીયાળા ભાલા નખાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરાનગરપાલિકા દ્વારા તાલુકા પંચાયતથી રેલવે સ્ટેશન સુધી ડીવાઇડર બનાવીને જાળીઓ નાંખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જે જાળી ઉપર અણીયાળા ભાલા ફીટ કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં વડગામના મેમદપુર જેવી ઘટના બને તે પહેલાં તંત્ર દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ધાનેરા નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરીથી રેલવે ફાટક સુધીમાં રોડની વચ્ચે ડીવાઇડર બનાવવામાં આવ્યા છે. અને ડીવાઇડરમાં જાળી ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, જાળી ઉપર ભાલા નાંખવામાં આવતાં લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે. અંગે શિક્ષક વિનોદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘અગાઉ વડગામ તાલુકાના મેમદપુરમાં એક વિદ્યાર્થીના ગળાના ભાગે ભાલો ઘૂસી ગયો હતો. ભાલો કાપીને વિદ્યાર્થીને સારવાર માટે લવાયો હતો. અને જે તે વખતે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી જાહેર જગ્યાએ આવા ભાલાઓ દૂર કરવાની સૂચના અપાતાં સ્કૂલો તથા ડીવાઇડરો ઉપરથી ભાલાઓ તાત્કાલિક ધોરણે દૂર કરાયા હતા.

પરંતુ ધાનેરા પાલિકા દ્વારા ફરી લગાવવામાં આવી રહ્યા છે. અંગે નગરપાલિકા કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ બળવંતભાઇ બારોટે જણાવ્યું હતું કે, ‘આ કામ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે. જે જનરલ બોર્ડમાં મુકેલ નથી અને આવા ભાલાઓ ઉભા કરીને કોઇક લોકોનો જીવ લેવાના કામો પાલિકા પ્રમુખ અને તેમની ટીમ કરી રહી છે.

અંગે નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલે જણાવ્યું હતું કે ‘આ બાબતની મને કોઇ ખબર નથી પરંતુ જો ભાલા હશે તો તે કામ રોકી દઇ અને ભાલા તાત્કાલિક ધોરણે દૂર કરી દઇશું.’

ધાનેરા નગરપાલિકા દ્વારા ડીવાઇડરની જાળીમાં ભાલા ઉભા કરી દેવામાં આવતાં નગરજનોમાં રોષ ઉદ્દભવવા પામ્યો છે. તસવીર-રાજનચૌધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો