માહીમાં યુવકે ગળે ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામના માહી ગામનો 25 વર્ષિય નરેશભાઇ અમરતભાઇ ઠાકોર રવિવારની રાત્રે ઘરે આવ્યો ન હતો. દરમિયાન અમરતભાઇના મોટા પુત્રે સવારે સામે આવેલા સ્મશાન તરફ નજર જતાં લીમડાના ઝાડ સાથે કોઇ લટકતું હોવાનું માલુમ પડતાં ત્યાં જઇને જોયું તો તેમના ભાઇ નરેશે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું જાણી ઘરે સમાચાર આપ્યા હતા અને આ ઘટનાને લઇ પોલીસને જાણ કરતા છાપી પીએસઆઇ એમ.એમ. દેસાઇ રાઇટર વિરેન્દ્રસિંહ સહિત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતકના શબને છાપી પીએચસીમાં પીએમ કરવા માટે મોકલી આપી હતી. પોલીસ દ્વારા પેનલ ડોક્ટરો પાસે પીએમ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...