• Gujarati News
  • વડગામતાલુકાના બાવલચુડી ગામ ના મૃતક વ્યક્તિઓના નામે મનરેગાના મસ્ટરમાં

વડગામતાલુકાના બાવલચુડી ગામ ના મૃતક વ્યક્તિઓના નામે મનરેગાના મસ્ટરમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામતાલુકાના બાવલચુડી ગામ ના મૃતક વ્યક્તિઓના નામે મનરેગાના મસ્ટરમાં મજુરી ઉધારી કૌભાંડ આચરાયું હતું. જેમાં ગુજરાત લોકાયુક્તે તપાસ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને સૂચન કર્યું હતું. જેથી ડીડીઓએ કૌભાંડમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા વડગામ તાલુકા પંચાયતને લેખિત આદેશ કર્યો હતો. જેને એક માસ ઉપરાંતનો સમય વિતવા છતાં આજદીન સુધી કોઇ કાર્યવાહી થતાં તાલુકા પંચાયતની કાર્યશૈલી ઉપર શંકા-કુશંકાઓ થઇ રહી છે.

વર્ષ 2011 માં ડેપ્યુટી સરપંચ અને ઇન્ચાર્જ સરપંચ ના કાર્યકાળમાં મનરેગાનું કામ થયું હતું. જેમાં નવ મૃતક વ્યક્તિઓના નામે મજુરીના નાણાં ઉધારી ઉપાડી લેવામાં આવ્યા હતા. કૌભાંડમાં ગામના અરજદારે ઉચ્ચસ્તરે રજુઆતો કરતાં ગુજરાત લોકાયુક્તે જિલ્લા વિકાસ અધિકારીને બાવચુડીમાં થયેલા કૌભાંડમાં જવાબદાર સામે કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને એક માસ અગાઉ આદેશ કર્યો હતો. આથી ડીડીઓએ વડગામ તાલુકા પંચાયતને બાવલચુડી કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા લેખીત આદેશ કર્યો છે. પરંતુ વડગામ તાલુકા પંચાયત જવાબદાર અધિકારીઓએ મામલાને ગુપ્ત રાખી આજદીન સુધી કોઇ કાર્યવાહી કરતાં મામલો તાલુકામાં હાલમાંચર્ચાને એરણે છે. અને વડગામ તાલુકા પંચાયતના અધિકારીઓ સામે શંકા-કુશંકા થઇ રહી છે.