તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામમાં ત્રણ સંતાનોની માતાને યુવક ભગાડી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામખાતેથી ત્રણ સંતાનોની માતાને પરપ્રાતિય યુવક ભગાડી જતાં ચકચાર મચી જવા પામી છે. અંગેની ફરીયાદ વડગામ પોલીસ મથકે નોંધાઈ છે. આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

વડગામ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર વડગામના પ્રજાપતિ વાસમાં રહેતા રઘનાથભાઇ કરશનભાઇ પ્રજાપતિની પત્ની ત્રણ સંતાનોની માતા મંજુલાબેન પ્રજાપતિને તેમનાજ ઘરની સામે રહેતા રાજસ્થાનનો મીઠાભાઇ ખેમાભાઇ પ્રજાપતિ લલચાવી-ફોસલાવીને તેના સાથે લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતાં વડગામપંથકમાં ચકચાર મચી જવા પામી છે. અંગે રઘનાથભાઇ પ્રજાપતિએ વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો