વડગામમાં કોંગ્રેસ બુથ મેનેજમેન્ટની મિટીંગમાં ભાજપ પર પ્રહારો

ચૂંટાયેલા, હારેલા અને સંગઠનની મિટીંગોનો ક્યાંય તાલ નથી : જગદીશ ઠાકોર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:31 AM
વડગામમાં કોંગ્રેસ બુથ મેનેજમેન્ટની મિટીંગમાં ભાજપ પર પ્રહારો
વડગામ તાલુકા મથકે વડગામ બુથ મેનેજમેન્ટ ની વ્યવસ્થાને લઈ મીટીંગ યોજાઈ હતી. જેમાં આવેલા કોંગ્રેસ પ્રદેશના કાર્યકરોએ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસે જેને મોટા કર્યા તેમના વચ્ચે સંકલન નથી અને કોઈ સદસ્ય જોડે સરકારની ચાલતી કોઈ યોજનાની માહિતી પણ હોતી નથી તેમ જગદીશ ઠાકોરે ઉચ્ચાર્યું હતું.

વડગામ તાલુકા મથકે આવેલ તાલુકા સંઘના હોલમાં ગુરુવારે વડગામ બુથ મેનેજમેન્ટની મીટીંગ યોજાઇ હતી. મીટીંગમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ના પ્રભારી અને સિદ્ધપુર ધારાસભ્ય ચંદજી ઠાકોર, ડાયાભાઇ પટેલ, જગદીશ ઠાકોર સહિત પ્રદેશમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં જગદીશ ઠાકોરે ભાજપ પ્રહારો કર્યા હતા અને સાથે સાથે કોંગ્રેસ કાર્યકરોને જણાવ્યું કે ચૂંટાયેલા,હારેલા અને કોંગ્રેસ સંગઠનની સાથે જોડાયેલા ઓને ક્યાંય તાલ મળતો નથી અને કોંગ્રેસ પક્ષે જેને મોટા કર્યા તેવા કાર્યકરો વચ્ચે સંકલન નથી કે ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો જોડે સરકારી યોજનાઓની કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી. વડગામમાં યોજાયેલી કોંગ્રેસની બુથ લેવલની ચાલુ મીટીંગમાં જગદીશ ઠાકોર અને બેઠેલા એક કોંગ્રેસ કાર્યકર વચ્ચે કોઇ બાબતે તું-તું, મેં-મેં થઇ હતી.

X
વડગામમાં કોંગ્રેસ બુથ મેનેજમેન્ટની મિટીંગમાં ભાજપ પર પ્રહારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App