વડગામમાં કફ શિરપ દવા કરતાં નશો કરવા માટે વધુ વપરાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ તાલુકામાં આવેલી મેડીકલો માં કફ સીરપનું ખુલ્લે આમ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જે ડોક્ટરના પ્રિસ્કીપ્શન વગર ન મળવી જોઈએ. વડગામ તાલુકાના ગામડાઓમાં ખુલ્લે આમ મેડિકલવાળા આ કફ સિરપ વેચી રહ્યા છે.

તાલુકા પંચાયતની મૂતરડીમાં પણ કફ સિરપની ખાલી બોટલો પડી રહે છે. કોડીન સિરપ ડોકટરના લખ્યા વગર મેડિકલ સ્ટોર્સવાળા ન આપી શકે. ટીબી અને ખાંસીના દર્દીને આપવામાં આવતી આ સિરપ હાલનું તાલુકાનું યુવાધન પી રહ્યું છે. અને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યું છે. તેની સાથે સાથે ખતરનાક ડ્રગ્સ જેવા કે ડાઈઝાફાર્મ, આલ્પ્રાઝોલમ અને પેટામાઇન જેવી દવાઓના રવાડે તાલુકાનું યુવાધન ચડી રહ્યું છે. ડ્રગ્સ વિભાગ દ્વારા તાલુકામાં મેડીકલોમાં રેડ પાડવામાં આવે તો મોટા પાયે કફ સિરપનો જથ્થો મળે.

અન્ય સમાચારો પણ છે...