• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • વડગામ કર્મચારી મંડળીની મિલ્કત શ્રીસરકાર કરવા કલેકટરનો હુકમ

વડગામ કર્મચારી મંડળીની મિલ્કત શ્રીસરકાર કરવા કલેકટરનો હુકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની મિલક્તને કલેકટરે શ્રી સરકાર કરવામાં માટે નો હુકમ કર્યો છે. જેને લઈ ભારે હલચલ મચી જવા પામી છે.

વડગામ ખાતે તાલુકા પંચાયતના કર્મચારીઓની મંડળી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના નામે આ જગ્યા રજીસ્ટ્રેશન થયેલી હતી. અને આ મંડળી માટે જે તે સમયે સરકારે જમીન ફાળવી હતી. જે જમીન ફાળવતી વખતે સરકારના નિયમ મુજબ તે જમીનમાં કરવામાં આવેલું બાંધકામ કે જમીન નો માત્ર ઉપયોગ મંડળી પોતાના કામ માટે જ કરી શકશે. અને આ જમીન અન્ય કે સંસ્થા કે કોઇપણને ગીરવી,બક્ષિસ,કે ભાડાપેટે આપી શકાય નહીં તેવી સસ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમ છતાં આ મંડળીના મકાનનો જે હેતુ માટે ઉપયોગ થવો જોઈએ તેની જગ્યાએ પોતાના મળતિયાઓને આપી મોટા ભાડા વસલૂવામાં આવતા હતા. અને છેલ્લા કેટલાય સમયથી આ જગ્યા એક સ્ટેમ્પ વેન્ડર અને એડવોકેટને નોટરીને ભાડે આપી દીધી છે. અને જેને લઈ અરજદારે કલેકટર કચેરીને રજુઆત કરી હતી. અને આ જમીન મિલ્કતનો નીતિ નિયમ મુજબ શરત ભંગ કરી શ્રીસરકાર કરવા માટે લેખિત રજુઆત કરી હતી. અને રજૂઆતના પગલે સરકારી અધિકારીઓએ તપાસ કરતા મંડળીએ સરકારના વિરુદ્ધ જઈ મંડળીની જગ્યા ભાડે આપતા સરકારે જે હેતુ માટે આપવામાં આવેલી જગ્યાનો હેતુ જળવાતો ન હોવાથી આખરે કલેકટરે ઘી વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની જગ્યાને શરતભંગ કરી શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈ આ મુદ્દો હાલ ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...