તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભંગ કરનાર માટે દંડની જોગવાઇ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામતાલુકાના જલોત્રા ગામને સ્વચ્છ બનાવવા કચરા માટે મુખ્ય જવાબદાર અને પર્યાવરણ માટે હાનિકારક ગણાતા પ્લાસ્ટિકને ગામમાંથી નાબૂદ કરી પ્લાસ્ટિક મુક્ત બનાવવા ગ્રામ પંચાયત દ્વારા અભિયાન હાથ ધરાયું છે. જેમાં દુકાનદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા ફરમાન કરાયું છે.

વડગામના જલોત્રા ગામને ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જલોત્રા ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા માટે તમામ દુકાનદારો, ચાની લારી, ગલ્લાવાળા તથા અન્ય ગ્રામજનોને સાથે રાખી પંચાયતના સરપંચ, ડે.સરપંચ,તલાટી તથા સભ્યો દ્વારા વેપારીઓ તેમજ લોકોને રૂબરૂ મળી પ્લાસ્ટિકની થેલી તથા પ્લાસ્ટિકના ચાના કપ બંધ કરવા તથા કચરો જાહેરમાં ફેંકવા અને કચરાપેટીનો ઉપયોગ કરવા માટે ફરમાન કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો