તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ સફાઇ, આરોગ્ય અને ખેડૂત સહાય માટે રૂપિયો પણ ખર્ચાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામતાલુકા પંચાયતનું વર્ષ 2016-17નું સુધારેલ અને 17-18 નું રૂ. 34, 39,289 ની પુરાંતવાળુ વાર્ષિક અંદાજ પત્ર મંગળવારે રજુ કરાયું હતુ.જેમાં ગત વર્ષની જેમ તમામ વિભાગો માટે નાણાંકીય જોગવાઇઓ કરાઈ છે.

તાલુકા પંચાયતના પ્રમુખ માનસંગભાઇ જે.ઉપલાણાએ વર્ષ 2016-17 નું સુધારેલ અને વર્ષ 2017-18નું વાર્ષિક અંદાજપત્ર મંગળવારે રજુ કર્યું હતું. જેમાં સમાજ કલ્યાણક્ષેત્રે એકલાખ , શિક્ષણ ક્ષેત્રે 1.85 લાખ, ખેતીવાડી તેમજ પશુપાલક ક્ષેત્રે રૂ.25લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ. 90 હજાર, વિકાસ અને પંચાયત ક્ષેત્રે 9.30 લાખ, બાંધકામ ક્ષેત્રે 6.25 લાખ, આકસ્મિક સહાય ભંડોળ ખાતે એક લાખ સહિત વિવિધ કામો માટે નાણાંકીય જોગવાઇ કરી રૂ. 34,39,289 ની પુરાંતવાળુ બજેટ પસાર કરાયું હતું. ઉઘડતી સિલક અંદાજીત રૂ. 34,39,289 દર્શાવી, સ્વભંડોળની અંદાજીત આવક રૂ. 47,70,000 દર્શાવાઈ છે. ત્યારે અંદાજીત આવક 82,09,289 દર્શાવાઇ છે. જેમાંથી સ્વભંડોળનો ખર્ચ 47,70,000 બાદ કરતાં અંદાજીત બંધ સિલક રૂ. 34,39,289 દર્શાવતુ અંદાજીતપત્ર રજુ કરાયું હતુ.

ગત વર્ષનો ખર્ચ કરાયો

ગતવર્ષના પશુપાલકો રૂ. 25,000, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ. એક લાખ, મદદક્ષેત્રે રૂ.એક લાખ, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃતિ રૂ. 40,000, કર્મ, કલ્યાણ યોજના ક્ષેત્રે રૂ. 10,000, ગ્રામ સફાય ક્ષેત્રે રૂ.50,000 તા.પં.કર્મચારી કલ્યાણ નિધી ક્ષેત્રે રૂ. એક લાખની જોગવાઇઓ કરાઇ હતી. પરંતુ વર્ષ 2015-16 માં ક્ષેત્રે એક રૂપિયો પણ ખર્ચ કરાયો હતો. જે વર્ષના દર્શાવેલા અંદાજપત્રના આંકડા પરથી સાબિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો