તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામના રૂપાલમાં પાણીનો નિકાલ થતાં મકાનો પડી જવાની દહેશત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામતાલુકાના રૂપાલ ગામે નેશનલ હાઇવે નં.8 નજીક નાળુ બનાવવામાં આવ્યું છે. જેમાંથી પાણીનો નિકાલ થતો હોવાથી બાજુમાં આવેલા ઠાકોર - આદિવાસી સમાજના મકાનોને નૂકશાન થવાની ભિતી છે. અંગે વડગામ તાલુકા પંચાયતમાં રજુઆત કરવામાં આવતાં સરપંચને ઘટતી કાર્યવાહી કરી રિપોર્ટ કરવાનો આદેશ કરાયો છે પરંતુ હજુસુધી કોઇ કાર્યવાહી કરવામાં આવતાં રહીશોમાં ઉગ્ર રોષ ઉદ્દભવવા પામ્યો છે.

વડગામના રૂપાલના અશ્વિનજી બાબુજી ઠાકોર સહિત રહીશોએ બનાસકાંઠા જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતુ કે, રૂપાલ ગામે નેશનલ હાઇવે નં.8 નજીક ઠાકોર સમાજ અને આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. સ્થળેથી ગામનું 80 ટકા વરસાદી પાણીનો નિકાલ થાય છે. જ્યાં અગાઉ ગરનાળુ હતુ. ત્યારે સહેલાઇથી પાણીનો નિકાલ થઇ જતો હતો. પરંતુ હાઇવે બન્યો ત્યારે કોન્ટ્રાકટર દ્વારા બે નાળા નાંખવાના બે બદલે એક નાળું નાંખવામાં આવ્યું છે.

વળી નાળાથી જમીનની સપાટી ઉંચી હોવાથી પાણીનો નિકાલ થઇ શકતો નથી. આથી પાણી ભરાઇ રહે છે.વળી ચોમાસામાં ભારે વરસાદના પગલે પાણી ભરાઇ જાય તો રહેણાંક મકાનો પડી જવાની ભિતિ છે. ત્યારે અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

સરપંચને તાકીદ કરાઈ છે

અંગેવડગામ તાલુકા પંચાતયના સુત્રોએ જણાવ્યું હતુ કે, રૂપાલ ગામના રહીશોની અરજી મળી છે. જેમાં જર્જરિત થયેલા મકાનો પડી જવાની દહેશત હોવાથી સરપંચને વરસાદી પાણીનો નિકાલ કરી મકાનોને નૂકશાન થાય તે પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવા અને તેનો રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

વડગામ તાલુકાના રૂપાલ ગામે નેશનલ હાઇવે નં.૮ ઉપર બનાવવામાં આ‌વેલા નાળામાંથી વરસાદી પાણીનો નિકાલ થતાં બાજુના મકાનો પડી જવાની ભીતિ છે.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો