તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામના પાંચડા નજીક બે કાર અથડાતાં ચાર જણ ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ તાલુકાના પાંચડા નજીક એસ્ટિમ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઇકો ગાડીમાં બેઠેલા ચાર જણને ઈજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને વડગામ સીએસસીમાં લાવવામાં આવ્યા હતા.

વડગામ તાલુકાના પાંચડા તરફ જતી પેસેન્જર ઇકો ગાડી અને એસ્ટીમ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ્ટિમ કાર ચાલક નાસી છુટયો હતો. 108ને જાણ કરતા 108ના પાયલોટ પ્રવિણાબેન અને અંકિતભાઈ દ્વારા ઇજાગ્રસ્તોને વડગામ સીએસસીમાં લાવ્યા હતા. બે જણને વધુ ઈજાઓ થતાં પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તો
સુરેશભાઈ બાજુજી ઠાકોર, માનજીભાઈ કાનજીભાઈ સેનમાં , રાજુજી બાજુજી ઠાકોર રહે. તમામ પાંચડા,જીતુભાઇ સોલંકી રહે. સીસરાણા

અન્ય સમાચારો પણ છે...