તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાપી વેપારી મંડળના હોદ્દેદારો ની સર્વાનુમતે વરણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી : વડગામ તાલુકાના વેપારી મથક છાપીમાં કાર્યરત ધી જનરલ મર્ચન્ટ એસો. છાપીની કારોબારીની મીટીંગ સોમવારે પુસ્તકાલયના મકાનમાં શાંતિલાલ મહેશ્વરીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં આગામી ટર્મ માટે પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરાઇ હતી. પ્રમુખ તરીકે સુરેશ કુમાર એમ. અગ્રવાલ, ઉપપ્રમુખ તરીકે રફીકભાઈ એન.મેમણ, મંત્રી તરીકે મહેશભાઈ સી. મોદી તેમજ સહમંત્રી તરીકે દિલીપભાઈ જી.બારોટ ની સતત ત્રીજી વાર આગામી ટર્મ માટે સર્વાનુમતે વરણી કરાઇ હતી. કારોબારી મીટીંગમાં વિજયભાઈ પટેલ, જયેશભાઇ મહેશ્વરી, રાજુભાઇ સોની, અબ્બાસભાઈ વોરા, રવિભાઈ મહેશ્વરી, અર્જુનગીરી ગોસ્વામી અને મફતલાલ દરજી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...