• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • પીલુચા શાહ કે.એચ.હાઇસ્કૂલ દ્વારા એમ.આર.ની જાગૃતિ માટે ગામમાં રેલી યોજાઇ

પીલુચા શાહ કે.એચ.હાઇસ્કૂલ દ્વારા એમ.આર.ની જાગૃતિ માટે ગામમાં રેલી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ : વડગામ તાલુકાના પીલુચામાં આવેલી શાહ કે.એચ.હાઇસ્કૂલ દ્વારા એમ.આર. રસીની જાગૃતિ લાવવા પીલુચા ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી. જેમાં આરોગ્ય ખાતાના અધિકારી, મેડીકલ ઓફિસર તેમજ તેમના સ્ટાફ મિત્રો, શાળાના આચાર્ય મુકેશભાઇ મોઢ, શાળાના સ્ટાફ મિત્રો, ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોને એમ.આર. રસી માટે જાગૃતિ લાવવા વાલી મીટીંગ રખાઇ હતી અને મીટીંગમાં આરોગ્ય ખાતાના અધિકારીઓએ એમ.આર. રસી માટેની સંપૂર્ણ જાણકારી આપી હતી તેમજ શાળાના આચાર્ય મુકેશભાઈ મોઢે રસીનું મહત્વ અને કેમ આપવી તેની વિગતવાર સમજ આપી હતી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...