રજોસણામાં મુસ્લિમ યુવાનો દ્વારા 32 બોટલ રક્ત એકત્ર

રજોસણામાં મુસ્લિમ યુવાનો દ્વારા 32 બોટલ રક્ત એકત્ર

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:00 AM IST
છાપી | વડગામના રજોસણામાં મુસ્લિમ યુવાઓ દ્વારા સમાજના ઉત્થાન માટે ચલાવાતું એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને જનરલ હોસ્પિટલ સિદ્ધપુરના સંયુકત ઉપક્રમે શનિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 32 મુસ્લિમ યુવકો દ્વારા રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ કામ કરી ખરા અર્થમાં રક્તદાન-મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું હતું. રક્તદાન શિબિરનું આયોજન સુલતાનભાઇ પટેલ, સુલતાનભાઇ બસન, અૈયુબભાઈ દૂધવાળા તેમજ મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું. તસવીર-ગુણવંત અગ્રવાલ

X
રજોસણામાં મુસ્લિમ યુવાનો દ્વારા 32 બોટલ રક્ત એકત્ર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી