વડગામના ગામડાઓમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ચકાસણી

દિલ્લીની ટીમે ગામોની મુલાકાત લીધી

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:00 AM
વડગામના ગામડાઓમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ચકાસણી
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શનિવારે દિલ્લીથી આવેલી ટીમે વડગામ તાલુકાના ઇકબાલગઢ અને નાવિસણા ગામોની મુલાકાત લીધી હતી. જેમાં આ ટીમ સાથે જિલ્લાના અધિકારીઓ અને તાલુકામાંથી ટીડીઓ સહિત અધિકારીઓ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. અને જે ગામની મુલાકાત લીધી હતી તે ગામના સરપંચ, સભ્યો, તલાટી અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વડગામ તાલુકાના ગામોમાં હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને દરેક ગામોમોમાં સફાઈ અને શૌચાલય બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત દિલ્લીની એક ટીમે વડગામ તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લીધી હતી. ટીમે ગામમાં જાહેર સ્થળો સ્કૂલ, આંગણવાડી અને ગ્રામપંચાયતમાં સફાઇ, શૌચાલય બનાવેલ છે કે નહીં તેની તપાસ કરી હતી. અને ગ્રામજનો સાથે સ્વચ્છતા અંગે ચર્ચા કરી લોકોને માર્ગદર્શન આપ્યું હતું અને સરકારની વિવિધ યોજનાઓ લોકોને સમજાવી હતી. આ દિલ્લીની ટીમ સાથે મહેન્દ્રભાઈ પરમાર, એ.એચ.પરમાર, કીર્તિભાઇ પરમાર, વશરામભાઇ, જયાબેન, કેશાભાઇ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

X
વડગામના ગામડાઓમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ચકાસણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App