છાપી-વડગામમાં ગણેશજીની ઠેર-ઠેર રંગેચંગે ઊજવણી

છાપી | વડગામ તાલુકાના છાપી ખાતે સતત છેલ્લા 16 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:55 AM
Vadgam - છાપી-વડગામમાં ગણેશજીની ઠેર-ઠેર રંગેચંગે ઊજવણી
છાપી | વડગામ તાલુકાના છાપી ખાતે સતત છેલ્લા 16 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મહોત્સવ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી રોજ રાત્રે ગુજરાતના પ્રસિધ્ધ લોકકલાકારો દ્વારા લોકડાયરાનો રસ પીરસશે. જ્યારે અંતિમ દિવસે એક સાંસ્કૃતિક નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વડગામ તાલુકામાં આ વખતે પર્યાવરણને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખી અનેક પરિવારો દ્વારા પોતાના ઘરે માટીના ગણેશની સ્થાપના કરી હોવાનું જાણવા મળે છે. છાપી ખાતે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન સાથે મોકેશ્વર ખાતે વિસર્જન કરવામાં આવશે. તસવીર-ભાસ્કર

X
Vadgam - છાપી-વડગામમાં ગણેશજીની ઠેર-ઠેર રંગેચંગે ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App