કેશરબા જાડેજા શાળા ખાતે સ્વચ્છ ભારત વિશે પરિસંવાદ

વડગામ | વડગામ આવેલી શિક્ષાધામ ગણાતી ગેલક્ષી સ્કૂલ ઓફ સાયન્સ અને કેશરબા શાળાના સયુંકત ઉપક્રમે શાળામાં સ્વચ્છતા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:55 AM
Vadgam - કેશરબા જાડેજા શાળા ખાતે સ્વચ્છ ભારત વિશે પરિસંવાદ
વડગામ | વડગામ આવેલી શિક્ષાધામ ગણાતી ગેલક્ષી સ્કૂલ ઓફ સાયન્સ અને કેશરબા શાળાના સયુંકત ઉપક્રમે શાળામાં સ્વચ્છતા મિશન કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તે માટે બુધવારે એક પરિસંવાદ તેમજ સ્વચ્છતા વિશેના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ગુજરાતના અધિકારી કાનસીન મુનશી તેમજ અમદાવાદની શુસૃત સેવા ઓર્ગેનાઇઝેશનના રાજુલભાઇ પંડયા હાજર રહ્યા હતા.અને આવેલા મહેમાનોએ શાળાના બાળકોને વિશ્વ અવર રિષ્પોન્સબિલિટી સંસ્થાના વિશ્વેશ ભારતીય દ્વારા સ્વચ્છતા મિશન કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તે માટે એક પરિસંવાદ તેમજ સ્વચ્છતા વિશે એક નાટક યોજી બાળકોને અને મહેમાનોને માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા કોર્પોરેટર ચીમનભાઈ સોલંકી, બનાસકાંઠા જિલ્લાની સેવાભાવી સંસ્થા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના ગૌરાંગભાઇ પાધ્યા, બી.કે.ડોનેટ ગ્રુપના જિગરભાઈ સોની, રાષ્ટ્રિય ચેતના સેવા સંઘના રૂપેશભાઈ ગુપ્તા તથા વિશ્વાસ ગ્રુપના દેવેનભાઈ ભીલડીયા, પ્રદીપભાઈ કટારીયા, નિકુંજ ગોમતિવાલ, શાળાના પ્રમુખ કાનજીભાઈ ચૌધરી,શાળા સ્ટાફ અને આમંત્રિત મહેમાન મોટી સંખ્યામાં ઉપસ્થિ રહ્યા હતા.

X
Vadgam - કેશરબા જાડેજા શાળા ખાતે સ્વચ્છ ભારત વિશે પરિસંવાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App