તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણસોલમાં પ્લોટની સનદો મળતાં સરપંચના ઉપવાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તંત્રએ ખાત્રી આપતાં ઉપવાસ સમેટ્યા

વડગામતાલુકાના વણસોલ ગામે વર્ષ 2011 માં લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જોકે તેની સનદો આપવામાં આવતી હોઇ ગામના સરપંચ સોમવારે વડગામ તાલુકા પંચાયત ખાતે ઉપવાસ ઉપર બેસી ગયા હતા. જ્યાં દોડી ગયેલા જિલ્લાના નાયબ ડીડીઓએ ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.

વણસોલ ગામે તાલુકા પંચાયત દ્વારા પાંચ વર્ષ અગાઉ આઠ લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જોકે, તેની સનદો ફાળવાઇ હતી. અંગે તાલુકા પંચાયતમાં વારંવાર રજૂઆતો કરાઇ હતી. તેમ છતાં કોઇ કામગીરી થતી હતી. લાભાર્થીઓને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હતા. જેની વણસોલ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ ભીખનખાન ગુલાબખાન ઘાસુરા સોમવારે તાલુકા પંચાયતના પ્રાંગણમાં ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. જેના પગલે અધિકારી કર્મચારીઓમાં અફરા-તફરી મચી ગઇ હતી. અંગેની જાણ થતાં નાયબ ડીડીઓ વડગામ દોડી ગયા હતા. જેમણે 19 દિવસમાં સનદો ફાળવવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.

સરપંચે તાલુકા પંચાયતમાં ઉપવાસ આદર્યા હતા. જ્યાં અધિકારીઓ ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.તસવીર-રણજીતસિંહ હડિયોલ

અન્ય સમાચારો પણ છે...