તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • Vadgam વડગામના મુક્તેશ્વરમાં આધુનિક અંતિમધામ બનાવવાનું કાર્ય શરૂ

વડગામના મુક્તેશ્વરમાં આધુનિક અંતિમધામ બનાવવાનું કાર્ય શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વરમાં સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અંતિમધામ બનાવવામાં આવ્યું છે. જેનાથી મુક્તેશ્વરમાં આવતા આજુબાજુ તાલુકાના લોકો અંતિમ સંસ્કાર માટે તેમને કોઇપણ તકલીફ ના પડે તેમાં સંપૂર્ણ વ્યવસ્થા સાથેનું આ મુક્તિધામમાં બનાવવાનું શરૂ કરાયું છે.

છેલ્લા કેટલાય વર્ષોથી દાંતા, સતલાસણા, ખેરાલુ સહિત આજુબાજુ તાલુકાના લોકો મુક્તેશ્વરમાં અંતિમ સંસ્કાર માટે સરસ્વતી નદીના પટમાં કરતા હતા. અને એમાં પણ શિયાળો, ઉનાળો કે ચોમાસામાં ભારે તકલીફ પણ પડતી હતી અને ત્યાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા નહોતી. ત્યારે મુક્તેશ્વર, નિઝામપુરા અને આજુબાજુના ગામના વિવિધ જ્ઞાતિઓના આગેવાનોએ સાથે મળી અંતિમધામ બનાવવા માટે વિચાર કર્યો હતો. ત્યારે ગામમાં એક સાર્વજનિક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. પીવાનું પાણી, બેસવા માટે લોખંડના પતરાનો શેડ, લાકડા મુકવા માટે એક રુમ અને અગ્નિદાહની સગડી સાથેનો એક શેડ પણ આ અંતિમધામમાં બનાવાશે. આ કામમાં સાર્વજનિક ટ્રસ્ટમાં સેવા આપતા મદારજી ઠાકોર, જોગરાજભાઈ પટેલ, મનુભાઈ પંચાલએ આજુબાજુ ચાર તાલુકાના વિવિધ આગેવાનો મળીને મુક્તેશ્વર અંતિમધામમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...