તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજાદરના રામદેવપીરના મંદિર આગળ ગંદકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામતાલુકાના મજાદર ગામમાં વર્ષો જૂનું પ્રાચીન રામદેવપીરનું મંદિર આવેલું છે. જે અંગ્રેજોના શાસનકાળ સમયમાં બનાવ્યું હોવાનું જાણવા મળે છે.

સમગ્ર જિલ્લાભરના શ્રદ્ધાળુ લોકો મંદિર પ્રત્યે શ્રદ્ધા રાખી બાબારામદેવપીરના દર્શન કરી પોતાને ધન્ય સમજે છે. આસ્થાનું એક અનેરૂ સ્થાન છે. પરંતુ હાલમાં મંદિર આગળ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેમાં ઘણા દિવસોથી મંદિરની સામે પીવાના પાણીની પાઇપ લીકેજ થઇ જતાં જાહેરમાર્ગની સાઇડમાં ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાઇ જવા પામ્યા છે. તો વળી પાણી એકંદરે વહેતું હોઇ પાણીના કારણે રસ્તા પર ખાડા પડી ગયેલ છે. અને જાહેર રસ્તા પર કચરો પડેલ જોવા મળી રહ્યો છે. ત્યારે બાબતે મજાદર ગ્રામ પંચાયતને મૌખિક જાણ કરવા છતાં સમસ્યાનું નિવારણ આજદિન સુધી કરેલ નથી. જેથી અહીંની ધર્મપ્રેમી જનતાની ધાર્મિક લાગણીઓ દુભાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો