Home » Uttar Gujarat » Mehsana District » Vadali » રાત્રે થતાં અકસ્માત અટકાવવા યુવકોએ ગાયોને રેડીયામ લગાવ્યા

રાત્રે થતાં અકસ્માત અટકાવવા યુવકોએ ગાયોને રેડીયામ લગાવ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:31 AM

વડાલી | વડાલીમાં સગર સમાજ દ્વારા ભગીરથ જીવદયા ટ્રસ્ટ બનાવી સમાજના યુવકો રખડતી ગાયોના ટોળા રાત્રે ધોરીમાર્ગ પર...

  • રાત્રે થતાં અકસ્માત અટકાવવા યુવકોએ ગાયોને રેડીયામ લગાવ્યા
    વડાલી | વડાલીમાં સગર સમાજ દ્વારા ભગીરથ જીવદયા ટ્રસ્ટ બનાવી સમાજના યુવકો રખડતી ગાયોના ટોળા રાત્રે ધોરીમાર્ગ પર આવી જતાં અંધકારમાં અકસ્માત સર્જાતાં અનેક ગાયો ઘાયલ થવા સહિત મોતને ભેટતી હોવાથી તેમનો જીવ બચાવવા તેમજ અકસ્માત ટાળવા બુધવારે રાત્રે અંધકારમાં વાહનચાલકોનું ધ્યાન કેન્દ્રિત કરવા ગુરૂવારે રાત્રે શહેરમાં રખડતી ગાયોના શીંગડે રેડીયમ પટ્ટી લગાવવામાં આવી હતી. જે પટ્ટી લગાવતા ધોરીમાર્ગપર અંધકારમાં બેસેલી ગાયોના સિંગડા ચમકતા વાહનચાલકને દૂરથી લાઈટમાં દેખાતા અકસ્માત થતા અટકશે. તેમજ અબોલ પશુઅોને ઇજા થતી અટકશે.તસવીર-નિતુલ પટેલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ