• Gujarati News
  • ઊંઝામાં વરસાદી ઝાપટાથી સર્વત્ર આનંદની લાગણી

ઊંઝામાં વરસાદી ઝાપટાથી સર્વત્ર આનંદની લાગણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા પણ બે દિવસથી વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો છે ત્યારે ઊંઝામાં રવિવારની સવારથી તોફાની પવન સાથે વરસાદી ઝરમર આખો દીવસ વરસતાં સર્વત્ર આનંદની લાગણી જોવા મળી હતી. તો ખાસ કરીને ખેડૂતોમાં પાછલુ વાવેતર સુધરી ગયાનો હાશકારો અનુભવાઈ રહ્યો છે. પરંતુ મેહૂલિયાને રિઝવવા રિતસર ધાર્મિક કાર્યક્રમો તરફ વળ્યા હતા. જેને પગલે રવિવારની સવારથી અનુસંધાન8 પર

















વરૂણદેવ રિઝ્યા હોય એમ ઊંઝામાં ઝરમર સાથે સરવણિયો વરસાદ વરસ્યો હતો. તો ઊંઝા નગરમાં પડેલા વરસાદી ઝાપટાએ જનજનમાં ચેતના પ્રસારાવી દીધી હતી. તો અમુક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોએ પરેશાની ભોગવવી પડી હતી. ખાસ કરીને મહિલાઓને સાંજના સમયે શાકભાજી લેવા જવામાં આખો દિવસ વરસાદ વરસતા ને કારણે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જો કે આખો દિવસ પડતા વરસાદી મોહલનો આનંદ છવાય ગયો હતો.