તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનીદાઉ પાસે પદયાત્રીઓ-ગામના યુવાનો વચ્ચે ઘર્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાથીઊંઝા જતી પાટીદારોની પદયાત્રા અંતર્ગત નાનીદાઉ પાટિયા નજીક મહિલાઓ ગરબે ઘૂમતી હતી. ત્યારે માર્ગ આપવાના મુદ્દે ગામના યુવાનો સાથે પદયાત્રિકોની બોલાચાલી થઇ હતી. જેમાં શાબ્દીક ઘર્ષણ બાદ પથ્થરમારો થતાં તંગદિલી પ્રસરી હતી. પોલીસ અને આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. હુમલામાં નાનીદાઉના મનુજી સોમાજી ઠાકોર, જીવાજી ઠાકોરને ઇજા થઇ હતી. જયારે આઠ જેટલા પાટીદારોને પણ ઇજા થતાં ઊંઝા સિવિલમાં લઇ જવાયા હતા. બીજી તરફ પોલીસે મામલો તંગ બનતો જણાતાં નાનીદાઉ તેમજ મહેસાણાના માર્ગે પોલીસ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

દરમિયાન રાત્રે પદયાત્રિકો પરત ફરતા હતા ત્યારે સોનેરીપુરા પાટિયા નજીક ટ્રેક્ટર અને ગાડીઓ પર પથ્થરમારો થતાં પાટીદારોનું ટોળું ફરિયાદ નોંધાવવા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું હતું. જોકે, હદ તાલુકા પોલીસની લાગતી હોઈ ફરિયાદ લેવાઈ નહોતી અને પાટીદારો વિખેરાયા હતા. ટોળાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો પણ બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યો હતો. પીઆઈ જે.વી. સોલંકીએ સાંજની ઘટના બાબતે ખેતરોમાંથી કેટલાંક છોકરાં આવતાં હોઈ પોલીસે તેમને પરત મોકલી દીધાં હતાં કોઈ પથ્થરમારો થયો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો