તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદયાત્રાથી ઉંઝામાં પાટીદારોનું ઘોડાપૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીથી નીકળેલી પદયાત્રા, અનામત માટે લડાઇ ચાલુ રાખવાનો હુંકાર

બહુચરાજીતાલુકા પાટીદાર સમાજ દ્વારા આયોજિત પાટીદાર પદયાત્રા રાત્રિ વિરામ બાદ રવિવારે સવારે મહેસાણાથી ઊંઝા જવા રવાના થઇ હતી. પાંચ જેટલા ડીજેના તાલે અનામતના ગીતોની ધૂન વચ્ચે જુસ્સાભેર અને ભારે ઉત્સાહ વચ્ચે હજારો પાટીદાર ભાઇઓ અને બહેનો જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ પદયાત્રીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો હતો. જેના કારણે પાંચ કિમી લાંબી પદયાત્રાનો નજારો જામ્યો હતો. પદયાત્રા સાંજના 5 વાગે ઊંઝા પહોંચી ત્યારે સ્થાનિક સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. પાટીદારોએ મા ઉમાના ચરણે હૂંડી અર્પણ કરી અનામત સહિતની માગણી અંગે સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરાઇ હતી. તેમજ જ્યાં સુધી પાટીદારોને અનામત ના મળે ત્યાં સુુધી આંદોલન ચાલુ રાખવા નિર્ધાર વ્યક્ત કરાયો હતો. પદયાત્રામાં 40-45 હજાર લોકો જોડાયા હોવાનું આયોજક હર્ષદભાઇ એ. પટેલે દાવો કર્યો હતો.

જય સરદાર જય પાટીદારના નારા અને ડીજેની ધૂન સાથે મહેસાણાથી સવારે માતાજીની આરતી અને ચા-નાસ્તો કરીને 8-30 વાગે નીકળેલી પદયાત્રા મોઢેરા અને રાધનપુર સર્કલ થઇ ઊંઝા તરફ આગળ વધી હતી. રસ્તામાં જિલ્લા પંચાયત દ્વારા તેમજ ઉનાવા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પદયાત્રાનું સ્વાગત કરાયું હતું. હજારોની સંખ્યામાં લોકો પગપાળા તેમજ 3000થી વધુ નાના મોટા વાહનો પણ પદયાત્રામાં જોડાતામાં 5 કિમી સુધી જ્યાં નજર કરો ત્યાં પદયાત્રીઓ જોવા મળતા હતા. સવારે 11થી 6 વાગ્યા સુધી ચક્કાજામ જેવી સ્થિતિ રહી હતી. પદયાત્રાનું સામૈયું કરવા ઊંઝા પાટીદાર સમાજ હાઇવે પર ગોઠવાઇ ગયો હતો. પદયાત્રા આવી પહોંચતાં ભવ્ય સ્વાગત બાદ ઉમિયા મંદિરે પહોંચી હતી. જ્યાં પાટીદારો દ્વારા મા ઉમાની સમૂહ પૂજા કરાઇ હતી અને ચરણોમાં પાટીદારોને અનામત મળે, પાટીદારો ઉપર જુલમ ગુજારનાર સામે કાર્યવાહી કરવામાં આવે સહિતની માગણી સાથેની હૂંડી સાદર કરવામાં આવી હતી.

તેમજ માગણી સરકાર સુધી પહોંચાડવા માટે ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ, ટ્રસ્ટીઓને એનાયત કરવામાં આવી હતી. પ્રસંગે યોજાયેલી સભાને અગ્રણી વરુણ પટેલ, અતુલ પટેલ, નરેન્દ્ર પટેલ, આયોજક હર્ષદભાઇ પટેલ સહિતે સંબોધન કરી પાટીદારોને અનામત ના મળે ત્યાં સુધી સરકાર સામે લડાઇ ચાલુ રાખવા હાકલ કરાઇ હતી. પદયાત્રામાં હાર્દિકના પિતા ભરતભાઇ પટેલ સહિત પરિવારજનો જોડાયા હતા. જેમનું સ્વાગત કરાયું હતું. પદયાત્રા દરમિયાન પોલીસ અને અેસઆરપીએ બંદોબસ્ત જાળવ્યો હતો.

ઊંઝાના માર્ગે પદયાત્રીઓનો ઘસારો જામ્યો હતો. તસવીર-ભાસ્કર

પાંચ કિમી લાંબી લાઇન લાગી, પદયાત્રામાં 40 હજારથી વધુ લોકો જોડાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો