• Gujarati News
  • ઊંઝા શહેરમાં ગેરકાયદે ચાલતું ડબ્બા ટ્રેડીંગનું કૌભાંડ ઝડપાયું

ઊંઝા શહેરમાં ગેરકાયદે ચાલતું ડબ્બા ટ્રેડીંગનું કૌભાંડ ઝડપાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાંતિરૂપતી કોમ્પલેક્ષમાં ગે.કા.રીતે લાયસન્સ વિના શેરના ભાવો પર ફયુચર એન્ડ ઓપ્સના ભાવ પર ગ્રાહકો સાથે સોદા થઇ રહ્યા હોવાની બાતમીના આધારે ગાંધીનગર આર આર સેલે રેડ કરી હતી. રેડ દરમિયાન ઝડપાયેલા 5 વેપારીઓ વિરૂધ્ધ ઊંઝા પોલીસ મથકમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.

ઊંઝા સ્થિત તિરૂપતી કોમ્પલેક્ષમાં પ્રથમ માળે આવેલી ઓફિસમાં બેસીને ઘનશ્યામભાઇ અરવિદભાઇ પટેલ અને મોન્ટુકુમાર સુરેશભાઇ પટેલ અન્યો સાથે મળીને લાયસન્સ લીધા વિના શેર લે-વેચનો ધંધો કરતા હોવાની બાતમીના આધારે ગાંધીનગર આરઆર સેલે અહી રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને જોતાની સાથે લાંબા સમયથી શેર બજારનો ડબ્બા ટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ બચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા ઉપરોકત શખ્સો અન્યો સાથે મળીને ગે.કા.રીતે વગર લાયસન્સે ઓન લાઇન આઇ.આઇ.એ..એલ ટ્રેડર ટરમીનલ મારફતે ઇન્વેસ્ટ માધ્યમથી બી.એસ.ઇ અને એમ.એસ.ઇ પર લીસ્ટેડ થયેલ અલગ અલગ કંપનીઓના શેરા ભાવો પર ફ્યુચર એન્ડ ઓપ્સના ભાવ પર ગ્રાહકો સાથે સોદા કરી તે અંગેની નોંધ સાદા કાગળમાં કરી બીલ નહી બનાવીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અા અંગે આરઆર સેલના એએસઆઇ સરવરખાને ઊંઝા પોલીસ મથકમાં ઘનશ્યામકુમાર અરવિંદભાઇ પટેલ રહે. ઊંઝા, મોન્ટુકુમાર સુરેશભાઇ પટેલ રહે. વિજયનગર ઊંઝા, રોકકી પ્રકાશભાઇ પટેલ રહે.ઉમા સોસાયટી,નીસીપકુમાર હીરાભાઇ પટેલ રહે.બાલવાડી બહાર માઢ, દર્શનકુમાર હરેનભાઇ પટેલ રહે.અંબિકા સોસાયટીવાળા વિરૂધ્ધ ગુનો નોંધાવતા પીઆઇ એસ. જે. દેસાઇએ તપાસ હાથ ધરી છે.