• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝાથી મુંદ્રા લઇ જવાતો એરંડાનો જથ્થો ડ્રાઇવરે બારોબાર વેચી માર્યો

ઊંઝાથી મુંદ્રા લઇ જવાતો એરંડાનો જથ્થો ડ્રાઇવરે બારોબાર વેચી માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
240 બોરીનો જથ્થો મુંદ્રા મિલમાં પહોંચતા તપાસ કરતા ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યો

ઉંઝાઉનાવા રોડ પર આવેલ ગોડાઉનમાંથી એરંડાનો રૂ.675000 ની કિંમતનો જથ્થો ભરીને મુંદ્રા અદાણી મિલ જવા નીકળેલી ટ્રકના ચાલક દ્વારા બારોબાર પધરાવી દઇ નાસી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.ઘટનામાં આશ્ચર્યની વાત છે કે ટ્રેલરના બે ચાલકો ચોરીનો સામાન સગેવગે કરવા ઝાડીમાં જતા હતા તે વખતે એક ચાલકને સાપ કરડી ગયો હતો જેને ખાનગી દવાખાનમાં દાખલ કરીને બીજો ચાલક છટકી ગયો હતો.

ગાંધીધામના ટ્રાન્સપોર્ટ કમિશન એજન્ટ અમરીશભાઇ નવીનભાઇ ગોરધનભાઇને મુન્દ્રા સ્થિત અદાણી મિલમાં એરંડાનો જથ્થો મહેસાણાના ઉંઝાથી ઉનાવા રોડ પર આવેલ ગોડાઉનમાંથી ભરીને મુંદ્રા મિલમાં પહોંચાડવાનો ઓર્ડર મળતા તેમણે મોકલેલી ટ્રકના ડ્રાઇવર ચાંદખાન ઉંમરખાન બલોચ અમદાવાદ જુહાપુરા અને યાહીયાખાન અંસારાલીખાન પઠાણ લાલગંજ વાળા ટ્રક(જીજે 1સીટી 1904)માં 240 બોરી ભરીને પટેલ ધર્મેન્દ્રકુમાર દશરથભાઇના ગોડાઉનમાંથી રવાના થયા હતા પણ જથ્થો મુંદ્રા મિલમાં પહોંચ્યો નહોતો. તપાસ કરાવતાં ટ્રક સીનાડ પાસેની ચૌધરી હોટલ નજીક બિનવારસી હાલતમાં મળી આવી હતી.

જે અંગે કમીશન એજન્ટ અમરીશભાઇએ બંને ચાલકો સામે ફરીયાદ નોંધાવતાં ઘટનાની તપાસ વારાહી પોલીસે હાથ ધરી હતી. દરમ્યાન ટ્રકના સહાયક ચાલક યાહીયાખાન પઠાણ રાધનપુર શ્રીજી હોસ્પિટલમાં બેહોશીમાંથી બહાર આવતાં તેણે કબુલ્યુ હતું કે માલ સગેવગે કરતા હતા ત્યારે સાપ કરડયો હતો.

અન્ય સમાચારો પણ છે...