તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મને સારૂ રાખતો નથી તેમ કહી પત્નીએ પતિને તરછોડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા17 વર્ષથી નોકરીને કરીને ખવડાવતી હોવા છતા તમે મને સારૂ રાખતા નથી તેમ કહીને છેલ્લા 2 મહિનાથી પતિને તરછોડી પિયર ચાલી ગયેલી આધેડ મહિલાએ પતિ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમા ફરિયાદ આપી હતી.પોલીસે બે તબક્કામા દંપતીને સમજાવતા આખરે પતિએ કામધંધો કરવાની તૈયારી બતાવતા તુંટતુ લગ્નજીવન બચી જવા પામ્યું હતું.

ઉંઝાની મહિલાના 17 વર્ષ પૂર્વે કાંસાના યુવાન સાથે લગ્ન થયા હતા.લગ્નજીવન દરમિયાન 2 પુત્રીઓના પિતા બનવા છતા યુવાન કોઇ કામધંધો કરતો નો હતો જ્યારે તેની પત્ની ખાનગી શાળામા શિક્ષિકા તરીકે નોકરી કરીને ઘર ચલાવતા હતા ઘર ચલાવવાની જવાબદારી અને પતિ કામધંધો કરતો હોવાની પતિ સાથે બોલાચાલી થઇ હતી લઇ પિયર રહેવા ચાલી ગઇ હતી અને છુટાછેડા મેળવવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...