તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાપીના તેનીવાડા પાસે કાર પલટી ગઈ, દંપતી સહિત ચારના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર-સિદ્ધપુરહાઇવે ઉપર આવેલા તેનીવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે મંગળવારે સાંજે ઉંઝાથી આબુરોડજતી સ્વીફટ કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી જતાં ઘટના સ્થળે યુવાન દંપતીનુ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જણને ગંભીર ઇજા થઇ હતી. જેમને 108 મારફતે સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ બેના મોત થયા હતા.

રાજસ્થાનના ચનાર ગામનો પરિવાર સારવાર અર્થે ઉંઝા ગામે ગયો હતો. સારવાર લઇ પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેનીવાડા હાઇવે ઉપર કાર ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર પલટી મારી ડીવાઇડર કુદી રોડ સાઇડમાં જઇ પડી હતી. કાર પલટતાં કારમાં સવાર વિક્રમભાઇ ભમરાભાઇ ભીલ(ઉ.વ. 25)અને તેમની પત્ની ગૌરીબેનનું(ઉ.વ.આ.23) ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું. દરમિયાન કારમાં બેઠેલા ગલબાભાઇ ભમરાભાઇ ભીલ, ચંપાબેન ભમરાભાઇ ભીલ તેમજ અન્ય એક વ્યકિતને ગંભીર ઇજા થતાં તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે સિદ્ધપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં કારચાલક ઓમપ્રકાશ વાઘજીભાઇ વિશ્નોઇનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત જાણ થતાં છાપી પીએસઆઇ એ.ડી.પરમાર તેમજ સ્ટા‌ફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને છાપી પ્રાથમિક આરોગ્યમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો