તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતીના લગ્ન ઊંઝા તાલુકાના એક ગામમાં થયા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલસાઇટ જેટલી ફાયદાકારક છે તેનાથી વધારે નુકશાન કારક નિવડી રહી છે. કલોલની એક યુવતીને મુંબઇમાં પરણાવી હતી. પરંતુ પતિ સાથે લગ્ન બાદ સબંધમાં ઓટ આવતા આખરે યુવતીના દિયરે તેને બદનામ કરવાનુ કાવતરૂ ઘડી નાખ્યુ હતુ અને યુવતીના ભાઇના મિત્રના નામે ખોટુ એકાઉન્ટ બનાવી તેમાં ખરાબ ફોટા અપલોડ કરતા આખરે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

કલોલના એક વિસ્તારમાં રહેતી યુવતિ સંગીતા (નામ બદલેલ છે)ના લગ્ન આશરે ચાર વર્ષ પહેલા ઊંઝા તાલુકાના એક ગામમાં રહેતા યુવક રમેશ (નામ બદલેલ છે)સાથે થયા હતા.

પતિ પત્નીના સબંધોમાં ઓટ આવતા સંગીતા કલોલમાં પોતાના ભાઇના ઘરે રહેવા આવી ગઇ હતી. પરંતુ યુવતીના દિયર રસીકે (નામ બદલેલ છે)પોતાની ભાભી સંગીતાને બદનામ કરવાનો પ્લાન બનાવી નાખ્યો હતો.

સંગીતાના ભાઇના મિત્ર અલી (નામ બદલેલ છે)ના નામખુ ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં સંગીતાના બીભત્સ ફોટા અપલોડ કર્યા હતા.આ બાબતે સંગીતાના ભાઇએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની બદનામી થઇ રહી હોવાથી પોલીસે પણ ગંભીરતા બતાવતા ફરિયાદ બાદ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...