તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • નાનીદાઉ પાસે ટ્રકની પાછળ એક્ટીવા ઘૂસી જતાં મહેસાણાના યુવાનનું મોત

નાનીદાઉ પાસે ટ્રકની પાછળ એક્ટીવા ઘૂસી જતાં મહેસાણાના યુવાનનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીદાઉનજીક મંગળવાર સાંજે ટ્રકની પાછળ એક્ટીવા ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી.

દેદિયાસણ જીઆઇડીસી સામે આવેલી પીંકસીટીમાં રહેતાં 19 વર્ષિય હર્ષ પંકજભાઇ મોદી અને મોઢેરા રોડ પર રહેતા 17 વર્ષિય જય જગદીશભાઇ મોદી બંને પિતરાઇ ભાઇઓ મંગળવારે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે નાની દાઉ તરફથી એકટીવા (જીજે 02 સીસી 2504) લઇને મહેસાણા પરત ફરી રહ્યા હતા. ત્યારે આગળ જતી ટ્રક નં(જીજે 09 ઝેડ 9841)ની પાછળના ભાગે ધડાકાભેર અથડાયા હતા. ગમખ્વાર અકસ્માતમાં હર્ષ મોદીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. તેમજ જય મોદીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.મામલે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત, પિતરાઇ ભાઇને ગંભીર ઇજા

મહેસાણા-ઊંઝા હાઇવે પર ટ્રકની પાછળ એક્ટીવા ઘૂસી ગયું હતું.-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...