ઊંઝાના યુવાનનું તળાવમાં પગ લપસી જતાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાનોઆશાસ્પદ યુવાન તળાવમાં હાથ-પગ ધોતી વખતે પગ લપસી પડતા તળાવમાં ડૂબી જતા મોત નીપજયાનું ઊંઝા પોલીસ મથકે નોંધ થઇ હતી.

ઊંઝા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભામોત શેરીમાં રહેતા મૃતક નાં મોટાભાઈ પટેલ હાર્દિક સુરેશભાઈ પોલીસને જણાવ્યા મુજબ એમનો નાનો ભાઈ પટેલ પાર્થ સુરેશભાઈ સવારે નિત્યક્રમ મુજબ આઈટીઆઈ ગયો હતો. બપોરે જાણવા મળ્યું કે વૈદ્યનાથ મંદિર પાછળના તળાવમાં હાથ-પગ ધોવા જતા તળાવમાં ડૂબી ગયો છે. જે સંદર્ભે રાત્રે 16.50 કલાકે પોલીસને જાણ મુજબ ઘટનાસ્થળે તળાવમાંથ લાશ મળી આવી હતી. લાશનું પી.એમ બાદ કર્યા બાદ વાલી વારસો ને સોંપાઈ હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...