• Gujarati News
  • હવે પાલિકા રખડતાં ઢોર પકડવાનું શરૂ કરશે

હવે પાલિકા રખડતાં ઢોર પકડવાનું શરૂ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનગરપાલિકાની સોમવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષે દિવ્ય ભાસ્કરનો ઉલ્લેખ કરીને રખડતાં ઢોરનો મુદ્દો ઉઠાવી શાસક પક્ષને આડેહાથ લેતાં ચીફ ઓફિસરે હવે ઢોર પકડવાનું શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. સભામાં કેટલીક દરખાસ્તો મુદ્દે ઉગ્ર ચર્ચાઓ સાથે 69 કામ મંજૂર કરાયાં હતાં.

મહેસાણા નગરપાલિકાના સભાખંડમાં સોમવારે સાંજે પાલિકા પ્રમુખ રોહિતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં વિપક્ષ નેતા જયદીપસિંહ ડાભી, રમેશભાઈ ભૂરી, ઘનશ્યામભાઈ સોલંકી સહિતે ...અનુસંધાનપાન-9

દિવ્યભાસ્કરમાં રોજેરોજ રખડતાં ઢોરની સમસ્યા અંગેનો અહેવાલ આવે છે છતાં પાલિકા તંત્ર શું કરે છે તે સમજાતું નથી કહીંને ગત વર્ષે રખડતાં ઢોર પકડાતાં હતાં જ્યારે વર્ષે પાલિકા ભવનનું રિનોવેશન થતું પરંતુ રખડતાં ઢોર હજું પકડાતાં નથી એવું કેમω તેવા સવાલો કરતાં ચીફ ઓફિસરે પાંજરાપોળો લેવા તૈયાર હોવાની વાત આગળ કર્યા બાદ હવે ઊંઝાની પાંજરાપોળ સાથે વાત થઈ ગઈ છે એટલે કાલથી રખડતાં ઢોર પકડવાનું શરૂ કરીશું તેવું જણાવ્યું હતું.

ઉપરાંત વિપક્ષે તાજેતરમાં અમે હાઈકોર્ટમાં હાજર હતા ત્યાં એક કેસમાં મહેસાણા પાલિકા તરફથી વકીલ કે કોઈપણ હાજર નહોતું તો પછી વકીલની રૂ.25 હજાર ફી કઈ રીતે આપો છોω તેવા પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. જો કે, અનેક મુદ્દે ઉગ્ર ચર્ચા બાદ છેલ્લે વિપક્ષના રમેશભાઈ પટેલે કોંગ્રેસના સભ્યો તરફથી સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.સામાન્ય સભામાં મુદ્દો ઉછળ્યો

સ્ટ્રીટલાઈટનો ભાવ ચમક્યો

દરખાસ્તોમાંવિવિધજગ્યાએ એલઈડી સ્ટ્રીટલાઈટો નાખવાના અંદાજીત ખર્ચની મંજૂરી અંગે વિપક્ષે બજારમાં સસ્તા ભાવે મળતી લાઈટોનો ભાવ ખુબ વધુ અપાતો હોવા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે, ટેન્ડર મંજૂર થયેલા છે, મુદ્દે કંઈ ખોટું થયું નથી તેવો બચાવ ચીફ ઓફિસરે કર્યો હતો.

પાલિકાની સામાન્ય સભામાં રખડતાં ઢોર સહિત વિવિધ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી./ભાસ્કર