• Gujarati News
  • પ્રકાશ ચૌધરી હત્યા કેસ : પોરિયા ગેંગને મદદ કરનાર યુસુફ ઝડપાયો

પ્રકાશ ચૌધરી હત્યા કેસ : પોરિયા ગેંગને મદદ કરનાર યુસુફ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રકાશ ચૌધરી હત્યા કેસ : પોરિયા ગેંગને મદદ કરનાર યુસુફ ઝડપાયો

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપેલા સિદ્ધપુરના યુસુફને ઊંઝા લવાયો

{ પોરિયાને ભાગવા માટે આપેલું બાઇક કબજે લેવાયું હતું



ઐઠોરનાપ્રકાશ ચૌધરીના અપહરણ વીથ મર્ડર કેસમાં કુખ્યાત રજાક ઉર્ફે પોરિયાને ભાગવા માટે મદદગારી કરનાર સિદ્ધપુરના યુસુફ મોહમ્મદની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ ઊંઝા પોલીસને સોંપતાં વધુ તપાસ હાથ ધરાઇ છે. પોલીસે ગુના બાદ ઉપયોગમાં લેવાયેલું બાઇક કબજે કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ઉનાવા હાઇવે પર ગત 27 જૂન, 2012ના રોજ બાઇક પર જઇ રહેલા પ્રકાશ ચૌધરીના અપહરણ બાદ હત્યાના બહુચર્ચિત કેસમાં મહેસાણા એલસીબીએ અગાઉ કુખ્યાત રજાક ઉર્ફે પોરિયા ગેંગના 19 સાગરિતોને ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા. કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર યુસુફ મોહમ્મદ (રહે.સિદ્ધપુર) અન્ય ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ જતાં ઊંઝા પોલીસને જાણ કરી હતી. જેમાં પીઆઇએ કેસમાં બે વર્ષથી વોન્ટેડ યુસુફની પૂછપરછ કરતાં કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી હતી.

જેમાં ઘટના બાદ પોલીસ ધરપકડથી નાસતા ફરતા કુખ્યાત પોરિયાને યુસુફે છુપાઇ રહેવામાં તેમજ ભાગવામાં મદદ કરી હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસે ગુના બાદ ઉપયોગમાં લેવાયેલું બાઇક કબજે લઇ કથિત આરોપીના રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.