તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Unjha
 • ઊંઝા માર્કેટયાર્ડ દ્વારા બે યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા માર્કેટયાર્ડ દ્વારા બે યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેતીવાડીઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા વર્ષ 2001થી ઊંઝા તાલુકા તથા બજાર વિસ્તારના 5 થી 70 વર્ષની વયના નાગરિકોની રૂ. 2,00,000/- ની જૂથ અકસ્માત વીમા પોલીસી તથા ઊંઝા તાલુકા અને બજાર વિસ્તારમાં જીરૂ - ઇસબગુલના પાકનું વાવેતર કરનાર ખેડૂતોને 1 એકરે રૂ. 4600 તથા વરીયાળીનું વાવેતર કરનાર ખેડૂતોને રૂ. 3600ની પાક સહાય આપવાની યોજના 2011-2012થી અમલમાં મૂકી છે. આયોજનના 2015-16 ના લાભાર્થીઓને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ બુધવારે બજાર સમિતિ ઊંજાના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. ચેરમેન ગૌરાંગભાઇ પટેલના અધ્યક્ષ, બજાર સમિતિના વાઇ ચેરમેન તથા ડાયરેક્ટરોની હાજરીમાં અપાયા હતાં. 2015-16 ના વર્ષમાં જીરૂ, વરીયાળી તથા ઇસબગુલનું વાવેતર કરનાર ખેડૂતોને રૂ. 85 લાખ કરતા વધારેની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં જૂથ અકસ્માત વીમાના લાભાર્થીઓને રૂ. 6 કરોડ કરતા વધારે તથા પાક વીમા યોજનાના લાભાર્થીઓને રૂ. 2.67 કરોડ ઉપરાંતની રકમ ચુકવવામાં આવી છે. અત્યાર સુધીમાં બંને યોજનાઓમાં લાભાર્થીઓને 9 કરોડ કરતા વધારે રકમનો લાભ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો