તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Unjha
 • આંટા કડવા પાટીદાર સંગઠનના એલાનને લઇ તમામ બજારો બંધ રહ્યા, 18 દી’ અગાઉ ઉમિયા સંસ્થાનની સભા બાદ થયેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંટા કડવા પાટીદાર સંગઠનના એલાનને લઇ તમામ બજારો બંધ રહ્યા, 18 દી’ અગાઉ ઉમિયા સંસ્થાનની સભા બાદ થયેલી હિંસક ઘટનાઓના આરોપીઓ હજી પકડાયા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝામાં18 દિવસ અગાઉ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની સાધારણ સભા બાદ થયેલી હિંસક ઘટનાઓના આરોપીઓને પકડવામાં પોલીસની નિષ્ક્રિયતાને લઇ આંટા કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા બંધના એલાનના પગલે બુધવારે ઊંઝા સજ્જડ બંધ રહ્યું હતું.

અંડરબ્રિજથી લઇ ઉમિયા માતા મંદિર સુધી આવેલી દુકાનો સવારથી બંધ જોવા મળી હતી. હાઇવે ઉપર આવેલી દુકાનો પણ ખુલી હતી. બંધ એટલો સજ્જડ હતો કે, પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પણ બંધ હતી. ગંજ બજારમાં પણ વેપારીઓએ બંધ રાખી હરાજીમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. જોકે, એપીએમસીના ચેરમેન ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, જનરલ બજાર બંધ છે પણ માર્કેટયાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, બંધનું એલાન કોઇ રાજનૈતિક સંગઠને આપ્યું હતું, છતાં આંટા કડવા પાટીદાર સંગઠનના એલાનના પગલે બજારો બંધ રહેતા મુદ્દો ટોક અોફ ટાઉન બન્યો હતો. આરોપીઓને પકડવા માટે 30 ઓગસ્ટે સંગઠનને આવેદનપત્ર આપી આરોપીઓને પકડવા 72 કલાકની મહેલત આપી હતી. પરંતુ પોલીસે આરોપીઓને પકડતાં મંગળવારે ફરી આવેદનપત્ર આપી પોલીસની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઇ શહેર સંપૂર્ણ બંધ રહ્યું હતું.

ઊંઝાનો ગાંધીરોડ ચોક બુધવારે બંધના પગલે સુમસામ જણાતો હતો.

બજારમાં કરફ્યૂ જેવો સન્નાટો છવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો