તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાએ 3 વર્ષના પુત્રને ભૂલમાં ઉધઈની દવા પીવડાવી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાનાગલપુર વિસ્તારની સોસાયટીમાં પિયરમાં આવેલી મહિલાએ પોતાના ત્રણ વર્ષના પુત્રને ભુલથી ખાંસીની દવાના બદલે ઉધઈની દવા પિવડાવી દેતાં સારવાર માટે ખસેડાયો હતો.

ઊંઝાના નવામાઢ દ્વારકાધિષ હવેલી પાસે રહેતાં પારૂલબેન જીતેન્દ્રકુમાર લિમ્બાચિયા પોતાના ત્રણ વર્ષના પુત્ર સ્મિત સાથે બે દિવસ પહેલાં પોતાના પિયર નાગલપુરની કૃષ્ણનગર સોસાયટીમાં આવ્યાં હતાં. અગાઉ તેઓ પિતાના ઘરે આવ્યાં ત્યારે પુત્રને ખાંસી થતાં દવાની બોટલ લાવ્યાં હતાં. રવિવારે પણ સ્મિતને ખાંસી થયેલી હોઈ સવારે આઠેક વાગ્યે પારૂલબેને તેને ખાંસીની દવા થોડીક પિવડાવી હતી. તરત સ્મિત ઉલટીઓ કરવા લાગતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડોક્ટરે ઘરેથી દવાની બોટલ મંગાવીને જોતાં તે ઉધઈની દવા હોવાનું ખુલ્યું હતું. ખાંસીની દવાની બોટલ પાસે પડેલી ઉધઈની દવા ભુલથી પિવડાવી હોવાના પારૂલબેનના નિવેદનના આધારે બી ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો