તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાવાના ગોડાઉનમાંથી રૂ.9.07 લાખના જીરાની ચોરી થતાં ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાવાનીસીમમાં આ‌વેલા બાલાજી એસ્ટેટના ગોડાઉનની 20 ફૂટ ઊંચી દિવાલ પરની વેન્ટીલેશનની જાળી કાપી તસ્કરો ગોડાઉનમાંથી રૂ.9.07 લાખનું 110 બોરી જીરું છેલ્લા બે મહિના દરમિયાન કોઈપણ સમયે ચોરી જતાં બાબતે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે..

ઊંઝાના સ્ટેશન રોડ પર જૈન મેન્શનમાં રહેતા જીયા વિમલેશકુમાર કમલકુમાર જીરું સહિત ખેતપેદાશોનો વેપાર કરતા હોઈ ઉનાવાની સીમમાં આવેલા બાલાજી એસ્ટેટમાં પોતાના 53થી 55 નંબરના ગોડાઉનમાં માલનો સંગ્રહ કરે છે. સિક્યોરિટીવાળા ગોડાઉનમાં ગત તા.10-05-16ના રોજ ઈન્સ્યોરન્સ વેરીફીકેશન કરાયું ત્યારે તમામ માલ બરાબર હતો. ચોમાસું સિઝન હોઈ 14મી જુલાઈએ સુપરવાઈઝર ગોડાઉનમાં ક્યાંય પાણી તો પડતું નથી ને તે જોવા બોરીઓ પર ચઢતાં પાછળના ભાગેથી કેટલીક બોરીઓ ગાયબ હોવાનું જણાયું હતું. ગોડાઉનના દરવાજાનું તાળું, પતરાં વગેરે બરાબર હતું પરંતુ 20 ફૂટ ઊંચી દિવાલ પર મૂકેલી વેન્ટીલેશનની જાળી કપાયેલી જણાઈ હતી. માલની ગણતરી કરતાં રૂ.9.07 લાખની કિંમતના જીરુંની 110 બોરી (કુલ 6050 કિલો) ચોરાઈ હોવાનું ખુલ્યું હતું. બાબતે વિમલેશકુમારે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજમાંચાંદીના કાબીયા ચોરનાર શખસ ઝબ્બે

પ્રાંતિજ :પ્રાંતિજ તાલુકાનાસાદોલીયામાં કાબીયાની લૂંટ પીંંપળદર ગામના પ્રતાપભાઇ કરમસિંહભાઇ ઠાકોરને શુક્રવારે ઝડપી લીધાે હત. ત્યારબાદ તેની પુછપરછ કરતા રાપરમાં રહેતા રૂપા હમીર કોળીને રૂ. 4 હજારની ઉઘરાણી કરવા ગયા હતા ત્યારે રૂપા હમીર કોળી તેમની સાથે મળી લૂંટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો