તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા ડેપોથી રેલીના સમયે બસો નહીં ઉપડે !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાનાઊંઝા, વડનગર અને બહુચરાજીમાં શુક્રવારે દલિત સમાજે રેલીનું આયોજન કર્યુ હોવાથી એસટી અને મુસાફરોની સુરક્ષાને લઇ મહેસાણા ડિવીઝને રેલીના સમય દરમ્યાન વાહનવ્યવહાર સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. આનાથી રેલી દરમ્યાનની બસ વિલંબથી ઉપડશે.

રાજ્યભરમા દલિત આંદોલનને પગલે એસટી નિગમને વગરવાંકે લાખોનુ નુકશાન થયુ છે ત્યારે નિગમ દ્વારા રેલી સમય દરમ્યાન વાહનવ્યવહાર સ્થગિત રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ગત બુધવાર બાદ ફરી એકવાર આજે જિલ્લાના ઉંઝા, વડનગર અને બેચરાજી તાલુકા ખાતે દલિત સમાજ રેલી કાઢી તંત્રને આવેદનપત્ર આપશે. જેમા વડનગર અને બેચરાજીની સવારે 10 વાગ્યે રેલી હોવાથી સવારના 9થી બપોરના 12 વાગ્યા સુધી ડેપોથી ઉપડતી બસ બેથી ત્રણ કલાક વિલંબથી ઉપડશે તેમજ રસ્તા પરથી આવતી બસ નજીકના સ્ટેન્ડ કે ડેપોમા મૂકાવી દેવામા આવશે. તેવી રીતે ઉંઝાની રેલી બપોરે 2વાગ્યે હોવાથી બપોરના 1 વાગ્યાથી 4વાગ્યા સુધી બસ વ્યવહાર બંધ રાખવામાં આવશે. આના કારણે રોજીંદા મુસાફરોને સમય દરમ્યાન હાલાકી ભોગવવાનો વારો આવશે.

ઉલ્લેખનીય છે કે વારંવારના તોડફોડ સહિતના નુકશાનથી બચવા એસટી નિગમ દ્વારા આખરે ઉગ્ર વાતાવરણમા બસોને અટકાવી રાખવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો