તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝામાં 30, મહેસાણામાં 7 મિમિ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાકેટલાક દિવસોથી ભારે ઉકળાટભર્યા માહોલ વચ્ચે મહેસાણામાં રાત્રે-રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા બાદ રવિવારે બપોરથી સાંજ સુધી થોડી થોડીવારે વરસાદી ઝરમર થતી રહી હતી. દિવસ દરમિયાન કુલ 7 મિમિ જેટલો વરસાદ મહેસાણા પંથકમાં નોંધાયો હતો. જ્યારે ઊંઝામાં 30 મિમિ વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ગત સપ્તાહમાં બે દિવસ સારો વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો સહિત લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. જો કે, ત્યાર બાદ વરસાદે વિરામ લીધો અને ઉકળાટભર્યું વાતાવરણ અસહ્ય બની રહ્યું હતું. બે-ત્રણ દિવસથી દિવસભર ઉકળાટભરી સ્થિતિ બાદ રાત્રે વરસાદી ઝાપટાં પડતાં હતાં. જો કે, રવિવારે બપોરથી મહેસાણામાં અવારનવાર વરસાદી ઝરમર ચાલુ રહેતાં સાંજ સુધી 7 મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. જ્યારે ઊંઝા પંથકમાં 30 મિમિ જેટલો સારો વરસાદ નોંધાયો હતો. હાલમાં સૌરાષ્ટ્રમાં લો-પ્રેસર બનવાની તૈયારી છે, જે અનુસંધાનપાના-8

72કલાક બાદ કચ્છ અને ઉત્તર ગુજરાત પર સ્થિર થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લો-પ્રેશર બની રહ્યું હોઈ અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

મને ભીંજવે તુ , તને વરસાદ ભીંજવે !

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો