• Gujarati News
  • જીરુંમાં સ્થિરતા, તલમાં નરમાઇ

જીરુંમાં સ્થિરતા, તલમાં નરમાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટીમાં સુસ્ત ટ્રેન્ડ

જીરુંમાં સારી ડિમાન્ડ વચ્ચે ભાવ એકંદરે ટકેલા રહ્યા હતા. ઊંઝા ખાતે 5000-5500 ગુણી આવક અને 6000 બોરીના વેપાર હતા. રાજકોટ ખાતે 500-600 બોરી આવક હતી. બજારમાં ઘરાકી સારી છે. બીજી તરફ રવી સિઝનમાં જીરુંના વાવેતર શરૂ થઇ ગયા છે પણ સૌરાષ્ટ્રમાં જીરુંનું વાવેતર વધે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. સ્થાનિકમાં સારા માલના રૂ.2100-2150, મીડિયમ માલના રૂ.2050-2100 અને હલકા માલના રૂ.1900-2050 સુધીના ભાવ જોવાયા હતા. તલ બજારમાં રૂ.15-20ની નરમાઇ હતી. રાજકોટ ખાતે 1700-1800 બોરી આવક હતી. 99/1 ક્વોલિટીના રૂ.2020-2040, 99/1 પ્લસના રૂ.2060-2070, 98/2 ક્વોલિટીના રૂ.1990-2000 અને કરિયાણા ક્વોલિટીના રૂ.2100 સુધીના ભાવ જોવાયા હતા.

સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન સહિતના તમામ તેલમાં એકંદરે ટકેલા ભાવ હતા. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ખાનાર વર્ગની ઘરાકી નીકળે તેવી ધારણા છે. સિંગતેલ લુઝ રૂ.10 ઘટી રૂ.825-830, તેલિયા રૂ.15 ઘટી રૂ.1285-1286 અને નવા ટીન 15 કિલો રૂ.1455-1460ના ભાવે પહોંચ્યું હતું. કપાસિયા વોશ રૂ.545-548 રહ્યાં હતા.